ગોહિલના મુવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું
Live TV
-
વિકસિત રાષ્ટ્રના નિર્માણ તરફ અગ્રેસર થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોહિલ ના મુવાડા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક રથ ઇન્ચાર્જ મુળજી રાણા સહીત અગ્રણી મહાનુભાવોને હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોહિલના મુવાડા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ મેરી કહાની, મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી યોજનાની માહિતી અને વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નીહાળી હતી. સાથે 'વિકસિત ભારત' માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ હિમતસિંહ,વહીવટદાર પ્રદીપસિંહ, અગ્રણીઓ કે જી પટેલ, કાનજી, અજયસિંહ ચૌહાણ , તલાટી, વડીલ ગ્રામજનો, શાળા પરિવાર સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
