કોલવણ ગામે સાંસદની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજાયો
Live TV
-
વંચિત લાભાર્થીઓને આવરી લઇ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ ગામે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગોરા,રથ ઇન્ચાર્જ મુળજી રાણા, તાલુકા સદસ્યો અજય દરજી, પ્રભાતસિંહ, તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યકમ યોજાયો હતો.
શાળાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર તેમજ લાભાર્થીઓને સાંસદ સહીત મહાનુભાવોના હસ્તે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. રાજ્યક્ક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં ઉજ્જવળ દેખાવ કરનાર શાળાના શિક્ષક જે ડી પટેલ તેમજ પ્રાકૃતિક ખેતીમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગણપતને સાંસદ સહીત મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા અને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો-ઉપલબ્ધીઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામુહિક શપથ લીધા હતા. મેરી કહાની મેરી જુબાનીના લાભાર્થીઓએ પોતાના સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં સરપંચ તલાટી સહીત ગામના અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
