વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ MoU અને રોકાણનો નવો કીર્તિમાન રચ્યો
Live TV
-
"વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારત વિશ્વમિત્ર તરીકે ઊભરી રહ્યું છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે"
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નવો કીર્તિમાન રચ્યો છે.વાઈબ્રન્ટ ગુજરાતના દસમાં સંસ્કરણમાં કુલ 41 હજાર 299 પ્રોજેક્ટ્સમાં 26.33 લાખ કરોડ રૃપિયાના રોકાણ માટે MOU થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ 98 હજાર 540 પ્રોજેક્ટ્સ માટે 45 લાખ કરોડથી વધુના રોકાણ માટેના MOU દ્વારા મેળવી ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શૃંખલાનો મહત્મા મંદિર, ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહમાં સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતુ કે, અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ભૌતિક રીતે સમાપન થયું છે, પરંતુ આ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું અદભુત સશક્તીકરણ પણ થયું છે. વર્ષ 2003માં પ્રથમ સમિટ યોજાઈ હતી. આજે તેમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. એક અર્થમાં જોઇએ તો આ એક યુગ પરિવર્તનની શરૂઆત છે. આજે ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે
અમિત શાહ ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સમિટનું સમાપન થયુ હતુ. અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અર્થવ્યવસ્થામાં ભારત ૧૧મા ક્રમે હતું અને આજે ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે. આગામી સમયમાં ભારત ટોપ ૩માં સ્થાન પામશે એ નિશ્ચિત છે. ભારતની અધ્યક્ષતામાં જી -૨૦ યોજાઈ, તેમાં 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર'નો મંત્ર હતો. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ભારત વિશ્વમિત્ર તરીકે ઊભરી રહ્યું છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
