ગ્રહણ ભારતમાં ન દેખાવાના કારણે સૂતક કાળ રહેશે નહિ, અંબાજી મંદિરની પૂજા અર્ચના સહિત કોઈ પણ ધાર્મિક વિધિ ઉપર તેની કોઈ અસર થશે નહીં
Live TV
-
વર્ષ 2024 માં ચંદ્રગ્રહણ પછી વર્ષ નું બીજું ગ્રહણ આવતી કાલે થવા જઈ રહ્યું છે જોકે આ વર્ષ નું પ્રથમ સૂર્ય ગ્રહણ હશે જે ચૈત્રી નવરાત્રી ના એક દિવસ પહેલા થશે આમતો જ્યોતિષ માં ગ્રહણ નું વિશેષ મહત્વ રહેલું છે પણ આ સૂર્ય ગ્રહણ ની ભારત માં કોઈ જ અસર થશે નહિ તેના કારણે સૂતક કાળ માન્ય રહેશે નહિ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ આવતી કાલ 8 એપ્રિલે થશે જે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે 9.12 વાગે શરુ થશે અને 9 એપ્રિલ ની વહેલી સવારે 2.22 સુધી રહેશે આ ગ્રહણ ભારત માં ન દેખાવાના કારણે સૂતક કાળ માન્ય રહેશે નહિ તેમજ યાત્રાધામ અંબાજી મંદિર ની પૂજા અર્ચના સહીત કોઈ પણ ધાર્મિક વિધિ ઉપર તેની કોઈ જ અસર થશે નહિ અંબાજી મંદિર ના મુખ્ય ભટ્ટજી મહારાજે આ ગ્રહણ ને લઇ ખુલાશો કરતા જણાવ્યું હતું કે ગ્રહણ ભારત માં ન દેખાવાના કારણે અંબાજી મંદિર ની કોઈ જ ધાર્મિક ક્રિયા ઉપર તેની અસર રહેશે નહિ અને દર્શન આરતી સહીત ની પૂજા પાઠ રાબેતા મુજબ જ રહેશે મંદિર પણ દર્શનાર્થીઓ માટે સમય અનુસારચાલુ જ રહેશે.