અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું
Live TV
-
સાયકલ રેલી મોડાસાના ઓધારી તળાવથી લઈને મોડાસાના મુખ્ય માર્ગો ઉપર થતાં ઉમિયા મંદિરે તમામ લોકોએ મતદાનની પ્રતિજ્ઞા લઈને સમાપન કરવામાં આવી
અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અરવલ્લી જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ રેલી ઓધારી તળાવથી લઈને મોડાસાના મુખ્ય માર્ગો ઉપર થતાં ઉમિયા મંદિરે તમામ લોકોએ મતદાનની પ્રતિજ્ઞા લઈને સમાપન કરવામાં આવી હતી.
આ મતદાન જાગૃતિ અભિયાનની રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક પોતે પણ સાયકલ ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બન્યા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ,જિલ્લા વિકાસ અધિકારી. દીપેશ કેડિયા,નિવાસી અધિક કલેક્ટર,પ્રાંત મોડાસા,પુરવઠા વિભાગના અધિકારી,નાયબ ચૂંટણી અધિકારી ,મામલતદાર મોડાસા અને અન્ય તમામ અધિકારીયો અને કર્મચારીયો તેમજ પોલીસના જવાનો સાયકલ રેલીમાં સહભાગી બનીને મતદાન જાગૃતિનો સફળ કાર્યક્રમ યોજાયો.