નડિયાદમાં આવેલા મુક્તિધામમાં લાકડાનો બચાવ કરવાના હેતુથી સગડીનું લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
લોકાર્પણ બાદ મુક્તિધામ ખાતે પૂ. સત્યદાસજી મહારાજના સ્વમુખે સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ શ્રી સંતરામ મંદિર સંચાલિત મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કારમાં લાકડાનો બચાવ અને પર્યાવરણના બચાવ માટે ગેસ આધારિત સગડીથી અંતિમ સંસ્કાર થતા હતા. પરંતુ વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા, બીજા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રાહ ના જોવી પડે અને લાકડાનો બચાવ થાય. તે હેતુથી બીજી અંતિમ સંસ્કાર માટેની ગેસ આધારિત સગડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સગડી અગ્રણી દાનવીર ઇપકોવાળા દેવાંગભાઈ પટેલ ગેસના આર્થિક સહયોગ અને શ્રી સંતરામ મંદિર ટ્રસ્ટના આર્થિક સહયોગથી રૂમ બનાવવામાં આવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, દેવુસિંહ ચૌહાણ, શ્રી સંતરામ મંદિર નડિયાદના પૂ. ગણેશદાસજી મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂ. સત્ય દાસજી મહારાજ, જય માનવ સેવા પરિવારના મનુભાઈ જોશી તથા સમાજના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું.
તો લોકાર્પણ બાદ મુક્તિધામ ખાતે પૂ. સત્યદાસજી મહારાજના સ્વમુખે સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સરૈયા અને નયનભાઈ બ્રહ્મભટ્ટે કર્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ઉપસ્થિત સંતોએ અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ ન કરવા અને ગેસ આધારિત સઘળી ન ઉપયોગ કરવા વિનંતી કરી હતી.