Skip to main content
Settings Settings for Dark

ગ્રામજનોની મુશ્કેલી વધે તે પહેલાં જ તંત્ર દ્વારા ગાંગપુર-ઘાણી કોઝવે પર યુદ્ધના ધોરણે સફાઈ કરાઈ

Live TV

X
  • ભારે વરસાદને પગલે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

    જે અંતર્ગત તા. 06/07/2026 ના રોજ સવારે ડોલવણ તાલુકાના ગાંગપુર-ઘાણી રોડ પર આવેલા મહત્વના કોઝવે પર વરસાદ અને પાણીના પ્રવાહના કારણે આ માર્ગ પર મોટા પ્રમાણમાં કચરો અને ઝાડી-ઝાંખરા જમા થઈ ગયા હતા. નોંધનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જેસીબી વડે કોઝવે પર ભરાયેલો કચરો હટાવવાનું કામ શરૂ કરી દેવાયું હતું. પાણી ઓસરતાંની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ આખી કામગીરી ખૂબ જ ગંભીરતાપૂર્વક હાથ ધરીને રસ્તા પરનો અવરોધ દૂર કરાયા હતા. આ સફાઈ કામગીરીથી સ્થાનિક ગ્રામજનોને આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો ત્વરિત નિકાલ કરાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply