Skip to main content
Settings Settings for Dark

સાવરકુંડલાના જૂનાસાવરમાં પૂરની સ્થિતિ: ત્રણ નદીઓના પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો

Live TV

X
  • ભારે વરસાદને પગલે સાવરકુંડલાના જૂનાસાવર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામની આસપાસથી પસાર થતી ત્રણ નદીઓમાં પાણીની આવક વધતા સમગ્ર ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું છે.

    આ પરિસ્થિતિને કારણે જૂનાસાવરથી ભાવનગર તરફ જતો સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.ગામની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા તાત્કાલિક અસરથી જૂનાસાવર પહોંચ્યા હતા. તેમણે ગામના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને તંત્રના અધિકારીઓને પરિસ્થિતિથી વાકેફ કરી તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.ધારાસભ્ય મહેશ કસવાળાએ ભારે વરસાદને પગલે સ્થાનિક નાગરિકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. હાલમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply