Skip to main content
Settings Settings for Dark

ધરમપુરનું પિંડવળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું ‘આદર્શ મોડેલ’: અંતરિયાળ વિસ્તારના હજારો લોકોને ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર

Live TV

X
  • રાજ્ય સરકાર અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી ધરમપુર તાલુકાનું પિંડવળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારો માટે આરોગ્ય સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

    30 બેડની સુવિધા ધરાવતું આ કેન્દ્ર આસપાસના 37 અને મહારાષ્ટ્ર સરહદના 20 ગામોના લોકોને વિનામૂલ્યે અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી રહ્યું છે.વર્ષ 1967માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે સ્થપાયેલું આ દવાખાનું આજે આધુનિક સાધનોથી સજ્જ છે. લોકમંગલમ ટ્રસ્ટના સહયોગથી અહીં એક્સ-રે મશીન, સોનોગ્રાફી મશીન અને લેબોરેટરી જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

    આ મશીનોના સંચાલન અને સ્ટાફના પગારનો ખર્ચ પણ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવે છે, જેથી દર્દીઓને ધરમપુર કે વલસાડ સુધી લાંબા થવું પડતું નથી.છેલ્લા એક વર્ષના આંકડા મુજબ, પિંડવળ CHC માં 41,000 થી વધુ ઓપીડી 1400થી વધુ એક્સ-રે અને 217 જેટલી પ્રસુતિઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ઉપરાંત, અહીં ડેન્ટલ, ફિઝિયોથેરાપી, બાળ આરોગ્ય અને કિશોર-કિશોરીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર પણ કાર્યરત છે.સ્થાનિક દર્દીઓનું કહેવું છે કે, અહીં નિઃશુલ્ક દવાઓ અને નિષ્ણાત તબીબોની સેવા મળતી હોવાથી સરકારી આરોગ્ય સેવામાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. લોકમંગલમ ટ્રસ્ટના પ્રમુખ નિલમભાઈ પટેલ અને સીએચસીના સુપ્રિટેન્ડન્ટ ડો. જિતેશ રાઉતે જણાવ્યું હતું કે, આ મોડેલ દ્વારા છેવાડાના માનવીને આરોગ્યની તમામ સુવિધાઓ પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય સફળ થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply