ચકલાસીમાં ગાય આધારિત ખેતી કરતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી 12 લાખની આવક કરી ઉભી
Live TV
-
નડિયાદ તાલુકાના ચકલાસી તાબે ભગવાનપુરા ગામના 38 વર્ષીય ખેડૂત શૈલેષ કરણસિંહ વાઘેલાએ પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી અત્યરે સુધી માં રૂ. 12 લાખ જેટલી માતબર આવક મેળવી છે.
જેની સામે ખેડૂતને ફક્ત 5 લાખ જેટલો ખર્ચ થયેલ છે આમ કહી શકાય કે ખર્ચની સામે ખેડૂતે બમણું ઉત્પાદન મેળવ્યું છે. ખેડૂત શૈલેષ વાઘેલાએ પોતાની 17 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી દુધી, કાકડી, રીંગણ ભીંડા અને સુરણ ની ખેતી કરી છે. જેમાં તેઓ નિયમિત રીતે જીવામૃત અને બીજામૃતનો છંટકાવ કરે છે.અને દેશી ગાયના છાણીયા ખાતરના ઉપયોગ થી તેમની ખેતી સમૃદ્ધ બની છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા લઈ શૈલેષભાઈ વાઘેલા છેલ્લા ચાર વર્ષથી સફળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ખૂબ જ ઉપજાઉ અને ઓછી ખર્ચાળ ખેતી છે. જેમાં દેશી ગાયના છાણ અને ગૌ મૂત્રના ઉપયોગથી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે તેમ ખેડૂતે જણાવ્યું હતું.
