Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ ફૂડ સેફટી ડે: જૂનાગઢના પ્રાકૃતિક મોલ દ્વારા ઝેરમુક્ત આહારનો આગ્રહ

Live TV

X
  • જૂનાગઢ: 'વર્લ્ડ ફૂડ સેફટી ડે' નિમિત્તે જૂનાગઢ પ્રાકૃતિક મોલ દ્વારા નાગરિકોને સ્વાસ્થ્યવર્ધક અને ઝેરમુક્ત આહાર અપનાવવા ખાસ અપીલ કરવામાં આવી છે.

    કેન્દ્ર સરકારની યોજના હેઠળ રચાયેલ આ FPO (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે, જેમાં જૂનાગઢ, વંથલી અને માણાવદર તાલુકાના અંદાજે 300 ખેડૂતો જોડાયેલા છે.આ ખેડૂતો દ્વારા ઉત્પાદિત શુદ્ધ અનાજ, શાકભાજી અને ફળફળાદીનું અહીં વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત, જૂનાગઢ કલેક્ટરના સહયોગથી ખેડૂતો દર ગુરુવારે અને રવિવારે સરદાર બાગ તથા કલેક્ટર કચેરી ખાતે પોતાની પ્રાકૃતિક જણસના વેચાણ માટે ઉપલબ્ધ હોય છે. તંત્ર અને સંસ્થા દ્વારા લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply