Skip to main content
Settings Settings for Dark

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ118 ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં 182 ટકાથી વધુ વરસાદ નોંધાયો

Live TV

X
  • દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત 24 કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ અને નેત્રંગ તાલુકામ 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ; જ્યારે ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો, ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 118 ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં 182 ટકાથી વધુ વરસાદ નોંધાયો...

    ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે કચ્છ, સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ 6 ઇંચ અને નેત્રંગ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 2 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

    તાલુકાની વાત કરીએ તો, મહેસાણાના જોટાણા, સુરતના પલસાણા અને સુરત, બનાસકાંઠાના દાંતીવાડા, તેમજ વલસાડના વાપી તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, નર્મદાના નાંદોદ, વલસાડના પારદી, ઉમરગામ અને કપરાડા,સુરતના માંગરોળ, માંડવી અને મહુવા, નવસારીના ખેરગામ, કચ્છના રાપર અને તાપીના સોનગઢ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

    આ ઉપરાંત રાજ્યના આશરે 30 તાલુકામાં એક ઇંચથી વધુ તેમજ 149 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ 198 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 4 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 118 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 182 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 126 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 114 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 96 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply