ચોટીલા ખાતે બે દિવસના ચોટીલા ઉત્સવનો આજથી પ્રારંભ થશે
Live TV
-
જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસના રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવનું દર વર્ષેની જેમ આ વર્ષે પણ આયોજન કરવાં આવ્યું છે. જે અંતર્ગત આ વર્ષનાં ચોટીલા ઉત્સવનો આજથી પ્રારંભ થશે. આ ઉત્સવ અંતર્ગત બે દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા ચોટીલા ઉત્સવ 2024નુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં આજે નૃત્યાવલી, અમદાવાદ દ્વારા આરતી, ડાકલા, શક્તિપરા માલધારી રાસમંડળ, સુરેન્દ્રનગર દ્વારા ગોફરાસ, નુપુર ડાન્સ એકેડેમી, માધાપર-કચ્છ દ્વારા માં નો ગરબો, ઉમિયાજી મહિલા કોલેજ – ધ્રોલ દ્વારા પ્રાચીન ગરબો, રાઠવા આદિવાસી લોક નૃત્ય મંડળ, કવાંટ દ્વારા હોળી નૃત્ય, સપ્તધ્વનિ સંગીત વર્ગ & કલાવૃંદ, સુરત દ્વારા ઝુમખું, હંસધ્વનિ ગૃપ, લીંબડી દ્વારા ભક્તિ સંગીત તેમજ પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી- સુરેન્દ્રનગર દ્વારા હાસ્યરસની પ્રસ્તુતિ કરવામાં આવશે.
જ્યારે આવતીકાલે આંબાવાડી કલા ગ્રુપ (ઇન્ટરનેશનલ) જામખંભાળિયા દ્વારા બાવન બેડા આરતી મહાનૃત્ય, ગોવાળીયો રાસ મંડળ, જોરાવરનગર દ્વારા રાસ, શ્રી વૃંદ, રાજકોટ દ્વારા અર્વાચીન ગરબો, પાંચાળ રાસ મંડળ, થાનગઢ દ્વારા હુડો, ચામુંડા મહેર રાસમંડળ, પોરબંદર દ્વારા ઢાલ તલવાર રાસ, સિદ્દી ગોમા ગૃપ ભરૂચ દ્વારા સિદ્દી ધમાલ, સોયા બ્રધર્સ જસદણ દ્વારા લોક સંગીત અને બીરજુ બારોટ દ્વારા ભજન લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉત્સવમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
