નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા 1.41 મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાની જોગવાઇ
Live TV
-
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં જણાવ્યું હતુ કે, ગુજરાતની સમૃઘ્ઘિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઈ જળવિઘુત ઉત્પાદન, પીવા પાણી અને ઔઘોગિક વપરાશ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબંઘી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.
નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ચાલુ Water Year માં રાજ્યને માળવા પાત્ર ૯ મીલીયન એકર ફીટની જગ્યાએ ૧૦.૪૧ મીલીયન એકર ફીટ એટલે કે ૧.૪૧ મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાની જોગવાઇ કરી છે.જેનાથી ગુજરાતના ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આમ, ગુજરાતની પ્રજાની પીવાની પાણીની જરૂરીયાતમાંથી ૮૦ ટકા જેટલી જરૂરીયાત નર્મદાના પાણીથી પૂરી પાડવામાં આવે છે. જેમાં ૭ મહાનગરો, ૧૯૯ નગરો તથા ૧૧,૯૫૧ ગામોનો સમાવેશ થાય છે.
પાકને બચાવવા માટે જેટલું ઓછામાં ઓછું પાણી જરૂરી હોય તેટલું જ પાણી આપી શકાય તે માટે પ્રોટેકટીવ ઈરીગેશન યોજના અમલી છે. જેના કારણે જે જમીન અગાઉ માત્ર એક જ પાક આપી શકતી હતી. વરસાદી ખેતી આધારીત તે જ જમીન આજે બે નિશ્ચિત પાક આપતી થઈ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
નર્મદા યોજનાની કામગીરી પૂર્ણતાના આરે છે. નર્મદા મુખ્ય નહેર શરૂઆતમાં ૧૧૩૩ ધનમીટર પ્રતિ સેકન્ડની વહનક્ષમતા ધરાવનારી ૪૫૮ કિ.મી લાંબી છે જે એક મોટી નદી જેટલી છે તેનું કામ લગભગ ૧૦ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ૪,૭૯૮ કરોડની સૂચિત જોગવાઇ કરાઇ
•કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે રૂા.૭૬૫ કરોડ
•નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે રૂા.૫૯૦ કરોડ
•અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા રૂા.૩૦૦ કરોડ
•નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે રૂા.૧૮૬ કરોડ અને ગરુડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે રૂા.૧૩૬ કરોડની જોગવાઈ
