છત્રાલ GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ:1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત
Live TV
-
ગાંધીનગર રેન્જ પોલીસે છત્રાલ GIDC સ્થિત 'હેપી ઓઈલ ઇન્ડસ્ટ્રી' પર દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
ફેક્ટરીમાંથી રૂ. 1.67 કરોડની કિંમતનું શંકાસ્પદ પામ ઓઈલ અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. 30 હજાર લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય થતું હતું.RM Enhancer અને BT Negative કેમિકલ ભેળવી પામ ઓઈલ તૈયાર કરી, બ્રાન્ડ લગાવીને તેને દેશી ઘી તરીકે બજારમાં વેચવામાં આવતું હતું.જનકકુમાર ભાવસાર સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેના પર વર્ષ 2024માં પણ સમાન ગુનો નોંધાઈ ચૂક્યો છે.FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તપાસ શરૂ કરી છે. આ ભેળસેળયુક્ત પ્રોડક્ટના સેવનથી હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરનો ગંભીર ખતરો રહે છે. પોલીસ હવે સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ કરી રહી છે.
