છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત, વિધાનસભામાં ઉઠ્યો સવાલ
Live TV
-
વિધાનસભાના બજેટ સત્રમાં સોમનારે પ્રશ્નોત્તરી સમય દરમિયાન સિંહોના મૃત્યું, કુપોષણથી પીડાતા બાળકો અને બજેટની જોગવાઇના પ્રશ્નો મુખ્ય રહ્યા હતા.
સિંહોના અકસ્માતથી થતાં મોત અટકાવવા ખુલ્લા કુવા ફરતે પેરાપેટ બનાવવામાં અને રેલવે લાઇન નજીક ફેન્સિંગ કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 184 સિંહના મોત થયા છે. જેમાં 32 સિંહના અકસ્માતે મોત થયાનું જણાવાયું હતું.
આ સાથે જ રાજ્યમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર માટે બજેટમાં 38 કરોડ 51 લાખ 83 હજારની જોગવાઇ કરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ અંગે ધારાસભ્ય કાંતીભાઇ સોઢાના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળ અમદાવાદ તથા આણંદમાં વર્ષ 2016માં 13 હજાર 850 અને 2017માં 15 હજાર 874 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.