ગોજારો અકસ્માત : રાજ્ય સરકારે કરી રૂ.4 લાખની સહાય, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતની ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી, મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 4 લાખન CM વિજય રૂપાણીએ રૂ. 4 લાખ સહાયની કરી જાહેરાત
રાજકોટ હાઇવે ઉપર રંઘોળા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ બનાવ અંગે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ મૃતકના પરિવાર માટે રૂપિયા 4 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા સારવાર પુરી પડાશે.
ગોજારા અકસ્માત પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને,દુઃખદ ઘડીમાં દિલાસો પાઠવ્યો હતો. પીએમએ લખ્યું કે, ઇજાગ્રસ્તો વહેલાસર સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરતા લખ્યું કે, ભાવનગર નજીક થયેલા ગંભીર અકસ્માતના સમાચારથી ખૂબ દુઃખ થયું. ઘટનાનો ભોગ બનેલા લોકોની સહાય માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરશે. મૃત્યુ પામેલા લોકોને મારી શ્રદ્ધાંજલિ છે, અને ઇજાગ્રસ્ત થયેલા લોકો જલદીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.