ભાવનગરની સર ટી હોસ્પિટમાં 45 ઘાયલોને સારવાર માટે ખસેડાયા
Live TV
-
મ્રુતકોના સ્વજનને સાંત્વના પાઠવવા તેમજ ઘાયલોની ચોકસાઈપૂર્વક સારવાર થાય, તે હેતુસર રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના પદાધિકારીઓએ સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી.
ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલ રંઘોળા ખાતે બનેલ ટ્રક દુર્ઘટના મ્રુતકોના સ્વજનને સાંત્વના પાઠવવા તેમજ ઘાયલોની ચોકસાઈપૂર્વક સારવાર થાય તે હેતુસર રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના પદાધિકારીઓએ સર ટી હોસ્પિટલ ભાવનગરની મુલાકાત લીધી હતી. કમનસીબે અકસ્માતના બનાવમાં ૩૦ લોકોના મ્રુત્યુ થયા છે.જયારે ૪૫ ઘાયલ લોકોની ભાવનગર ખાતેની સર ટી હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. લોકોએ ૧૩૦ યુનિટ બ્લ્ડ ડોનેશન પણ કર્યુ છે. શિક્ષણમંત્રીએ મ્રુતકોના સ્વજનોને સાંત્વના આપી હતી. તેમજ ઘાયલોની અત્યંત ચોકસાઈપૂર્વક સારવાર કરવા ફરજ પરના તબીબી સ્ટાફને જરૂરી સુચનાઓ આપી હતી. તેમણે મ્રુતકોના પરિવારજનોને તાત્કાલિક અસરથી મ્રુતક દિઠ રૂપિયા ૪/- લાખની સહાય ચુકવાશે અને વધુમાં જણાવ્યુ હતુ કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
આ મુલાકાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, રાજુલાના ભૂતપુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, મેયર નિમુબેન, શહેરના અગ્રણી સનત મોદી, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ ઠાકર, પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદારો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાના કાર્યકરો હાજર રહ્યા હતા.