#WomensDay | દીકરીને 'નન્હી પરી અવતરણ' તરીકે આવકારશે CM વિજય રૂપાણી
Live TV
-
રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્ય સરકારની અનોખી ઉજવણી, દીકરીના જન્મને 'નન્હી પરી અવતરણ' તરીકે હર્ષોલ્લાસથી આવકારશે
વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજ્ય સરકાર અનોખી રીતે ઉજણી કરશે. મહિવા દિવસના રોજ જન્મનાર દીકરીને રાજ્ય સરકાર 'નન્હી પરી અવતરણ' તરીકે સન્માનિત કરશે. 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરાયું છે.
વિશ્વ મહિલા દિવસે રાજ્ય સરકારના મંત્રીઓ રાજ્યની હોસ્પિટલની મુલાકાત કરશે. આ દિવસે જે પણ દીકરીનો જન્મ થયો હશે, તેને 'નન્હી પરી અવતરણ' તરીકે બિરદાવાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલ અમદાવાદની મુલાકાત કરશે, જ્યાં નવજાત બાળકીઓને મમતા કીટ, ચાંદીનો સિક્કો, શુદ્ધ મીઠાઈનો ડબ્બો તેમજ ગુલાબનું ફૂલ આપી આવકારશે.