Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં પાટણ તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ વરસ્યો

Live TV

X
  • રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘમહેર જોવા મળી હતી.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.જેમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

    આ ઉપરાંત બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર,  દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ 15 તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યોછે.આ ઉપરાંત રાજ્યના ૨૩ જેટલા તાલુકાઓમાં એક ઇંચ થી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલો છે.

    રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 31મી જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 84% થી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 75%થી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69%થી વધુ, ઉત્તર ગુજરાત માં43% તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42%થી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply