Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો

Live TV

X
  • રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 51 પોઝિટિવ કેસ છે. જે પૈકી સાબરકાંઠામાં 6 ,અરવલ્લીમાં 3, ખેડામાં 4, મહેસાણામાં 5 સહીત અન્ય જિલ્લાના કુલ 51 કેસ એક્ટિવ છે..ચાંદીપુરા વાયરસને લઈને અત્યાર સુધીમાં 56 દર્દીના મૃત્યુ નીપજ્યા છે.

    હાલ ચાંદીપુરા વાયરસના 137 શંકાસ્પદ કેસ નોંધાયેલા છે. રાજ્યમાં 6 લાખથી વધુ ઘરોમાં મેલેથીયોન પાવડરથી ડસ્ટીગ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી દ્વારા આ મુદ્દા પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ આજે સુરેન્દ્રનગર જીલ્લાના વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

    જેને ક્રિટિકલ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં 6 પૈકી ત્રણ બાળકોના ચાંદીપુરા વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply