Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રાના નંદીસરોવરમાં નવા નીરના વધામણાં કર્યા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ મુન્દ્રા દ્વારા 600 એકરમાં નિર્માણ થયેલા એન્કરવાલા નંદીસરોવર, 225 એકરમાં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનારા નંદનવન, વન અભ્યારણ સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઇને પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. નંદીસરોવરમાં આવેલા નવાનીરને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ પધરાવીને વધાવ્યા હતા. તેમજ સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું હતું. 

    પશુઓ માટે 200 એકરમાં ઉગાડવામાં આવતા પૌષ્ટિક ઘાસ, નર્સરી જેમાં આયુર્વેદિક તથા દેશીરોપાઓનો ઉછેર કરવામાં આવે છે. નંદિસરોવર બીજ બેંક જેમાં 170 પ્રકારના બીજ ઉપલબ્ધ છે, 21 લાખ લીટરનો પાણીનો ટાંકોનો ઉપયોગ 350 એકર જમીનમાં પાણીની જરૂરીયાત પૂરી કરવા માટે થાય છે. ઉપરાંત નંદનવનમાં સામાન્ય તથા અપંગ અને અંધપશુઓ તથા બીમાર પશુઓની ગૌશાળા, 3000થી વધુ આશરો લેતા પશુઓની સુવિધાસ્થળ, ગોવર્ધન પર્વત, તપોવનધામ, કૈલાશ ઉપવન, ગોકુળધામ, વાત્સલ્યધામ, વૃંદાવનધામ (પશુઓ માટે મુક્ત વિચરણ અભયારણ્ય વગેરેની  મુલાકાત લઇને સંસ્થાના આગેવાનો પાસેથી તમામ ઉપક્રમો વિશે ઝીણવટભરી વિગતો મેળવીને વર્તમાન તથા ભવિષ્યના વિઝનથી માહિતગાર થયા હતા.

    મુખ્યમંત્રીએ નંદનવનની મુલાકાત સમયે પર્યાવરણ તથા પશુઓના જતન માટે સંસ્થાએ ઉપાડેલી કામગીરીથી પ્રભાવિત થયા હતા. સરકાર આ સેવા કાર્યમાં સહકાર માટે તત્પર રહેશે તેવી હૈયાધારણા તેમણે આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply