છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં હળવાથી ભારે વરસાદ
Live TV
-
સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતા દરિયામાં ભારે કરંટ, ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે ગીર સોમનાથના તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લાગવાયું
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. રાજ્યના 234 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવન તાલુકામાં ભારે વરસાદ થયો હતો. ગતરોજ સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી વાલોડમાં.137 મીમી, વ્યારામાં 93 મીમી, ડોલવણ: 95, સોનગઢ 86 અને ઉચ્છલમાં 61મીમી વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમની સપાટી 329.21 ફૂટ પર પહોંચી છે. ગીર સોમનાથના કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અરબી સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે ગીર સોમનાથના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો ભરૂચના દહેજ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ બંદર અને પીપાવાવ બદર પર ૩ નંબર નું સિગ્નલ લગાવવા આવ્યું છે. ૭૦૦ જેટલી બોટ જાફરાબાદ બંદરની જેટી ઉપર લાંગરી દેવામાં આવી છે.
