ગુજરાત પોલીસે રાજયમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે ૧પ દિવસ માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરી
Live TV
-
ગુજરાત પોલીસે રાજયમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે ૧પ દિવસ માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરી છે. ગઇકાલે રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા દ્વારા આ જાહેરાત કરાઇ હતી. એક સત્તાવાર અખબારી યાદી મુજબ આ ઝુંબેશ માટે તમામ પોલીસ સ્ટેશન, એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ અર્થાત માનવ તસ્કરી નિયંત્રણ શાખા, પોલીસની વિવિધ શાખાઓ જેમ કે CCB, DCB,PCB અને SOG અને ગુમ થયેલા માટેની વિશેષ શાખાનો સમાવેશ કરાયો છે.
ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે પોલીસ અધિકારીઓને આ ઝુંબેશ દરમિયાન બાળસંભાળ કેન્દ્રોની મુલાકાત લેવા કહયું છે. પોલીસ રેકોર્ડ મુજબ રાજયમા; વર્ષ ર૦૦૭ થી ર૦ર૦ સુધીના સમયગાળા દરમિયાન લગભગ ૪૬ હજાર ૪૦૦ બાળકો ગુમ થયા હતા. જેમાંથી ૪૩ હજાર ૭૮૩ બાળકો મળી આવ્યા હતા. આમ બાળકો મળી આવ્યા હોવાનો સફળતાનોદર ૯૪.૩૬ ટકા રહયો. રાજયના ડીજીપી આશિષ ભાટીયા ધ્વારા કરાયેલી સમીક્ષા મુજબ બેહજાર ૬૧૭ બાળકો હજુ પણ ગુમ છે અને તેમને શોધી કાઢવાની ખાસ જરૂર છે.
