દૂરદર્શન અને આકાશવાણીના સ્ટાફ કોલોની ખાતે કોરોના ટેસ્ટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
અમદાવાદ શહેરના થલતેજ ખાતે આવેલી દૂરદર્શન અને આકાશવાણીના સ્ટાફ કોલોની ખાતે કોરોના ટેસ્ટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગનાં સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ કોરોનાની સાવચેતીનાં ભાગરૂપે સ્વેચ્છાએ ભાગ લીધો હતો અને ટેસ્ટ કરાવ્યા હતા. દૂરદર્શન અને આકાશવાણીનાં કર્મચારીઓ કોરોનાનાં કપરા સમયમાં પ્રસારણ માધ્યમમા પોતાનું મહત્વનું યોગદાન તો આપી જ રહ્યા છે પણ સાથે-સાથે કોરોનાનાં સંક્રમણને અટકાવવા અને પોતાની તેમજ સમાજ-પરિવારની સાવચેતી માટે હંમેશાં સતર્કતા દાખવે છે. તે સરાહનીય બાબત હોવાનું દૂરદર્શનનાં એન્જિનીયરીંગ વિભાગનાં DDG કમલેન્દ્ર સરભાઈએ જણાવ્યું હતું.
