Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો

Live TV

X
  • રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન 5.2 મીલીમિટર વરસાદ નોંધાયો હતો.

    રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન 5.2 મીલીમિટર વરસાદ નોંધાયો હતો. 24 જીલ્લાના 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં પોણાપાંચ ઇચ વરસાદ ખાબક્યો હતો. આ મોસમમાં અત્યાર સુધીમાં 32 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં જૂન માસમાં 242.96 મીલીમિટર, જ્યારે જુલાઇ માસમાં અત્યાર સુધીમાં 37.5 મીલીમિટર વરસાદ વરસ્યોછે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩ જુલાઇ ના રોજ સવારે 6.00 કલાક સુધીના ગત 24 કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 87 મિ.મી., ભરૂચના વાલિયા તાલુકામાં 65 મિ.મી., જૂનાગઢના માંગરોળ તાલુકામાં 59 મિ.મી. કરતા વધુ વરસાદ નોંધાયો છે.  13 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ મળી ૮૩ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 87.44 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 46.71 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 29.29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 26.09 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 20.40 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
apply