છોટાઉદેપુરઃ ડુંગરવાંટના સરપંચ ડૉ. બીના રાઠવાને 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉ. બીનાબેન રાઠવાને દિલ્હી ખાતે જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના હસ્તે 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત
છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉ. બીનાબેન રાઠવાને દિલ્હી ખાતે જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના હસ્તે 'બેસ્ટ લર્નર'નો એવોર્ડ એનાયત કરાયો.
નવી દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરીયમ ખાતે ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસની ઉજવણી પ્રસંગે જળ શક્તિ મંત્રાલય દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરમાંથી ૨૦૦ જેટલા સરપંચોને આમંત્રિત કરાયા હતા.
દિલ્હી સ્થિત આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સરપંચ ૨૯ પ્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, એમાંથી ૪ એવોર્ડ ગુજરાતમાં મળ્યા હતા.