Skip to main content
Settings Settings for Dark

વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન

Live TV

X
  • વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું

    આજે દેશભરમાં 47 સ્થળ પર 51 હજાર યુવાઓને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. જે અંતર્ગત વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા એફજીઆઈના સભાગૃહમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં CBIC, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, EPFO અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા 120 યુવાઓને તેમની લાયકાતના આધારે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.

    ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્રો વિતરણ કર્યા. મેયર, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર,જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિ રહ્યા હતા. 

    આજે નોકરી મેળવવા માટે મેરિટ અને લાયકાત મહત્વ ધરાવે છે. હવે વિકાસશીલ ભારત મેરિટ આધારિત વ્યવસ્થાને આગળ ધપાવી રહ્યું છે. 10 વર્ષમાં દેશમાં રોજગારીનું સ્તર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. 2004થી 2014 દરમિયાન જ્યાં માત્ર 3.2 કરોડ રોજગારીઓનું સર્જન થયું હતું, ત્યારે છેલ્લા દશકમાં 17 કરોડથી વધુ રોજગારીઓનું સર્જન થયું છે. દરેક મહિને સરેરાશ 12થી 15 લાખ નવી રોજગારીઓ સર્જાઈ રહી છેઃ ડૉ. મનસુખ માંડવિયા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply