છોટાઉદેપુરના લઢોદમાં બંધ પડેલી સુગર ફેક્ટરીનો 15 વર્ષે આવ્યો ચુકાદો
Live TV
-
ફેક્ટરીના સંચાલકો સામે રૂ. 8 કરોડની ઉચાપતનો સરકારે કેસ દાળક કર્યો હતો
છોટાઉદેપુર જિલ્લાની લઢોદ સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા ૮ કરોડની ઉચાપતનો સરકાર દ્વારા 15 વર્ષ અગાઉ કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 26 આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. પરંતુ હવે 15 વર્ષ બાદ આ કેસમાં કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે.
એકસમયે ખેડૂતોની જીવાદોરી સમાન ધમધમતી લઢોદ સરદાર સુગર મીલ વિવાદોને લઈ છેલ્લા પંદર વર્ષોથી બંધ પડી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ધી સરદાર કો.ઓ.સુગર ઇન્ડ. લી. લઢોદમાં વર્ષ 2007-08 દરમિયાન ઓડિટમાં લઢોદ સુગરમાં ઉત્પન્ન થતી ખાંડનું ક્વોટા કરતા વધારે વેચાણ થયું હોવાનું જાણ થયું હતું.
ત્યારે ફેક્ટરીના મેન્જિંગ ડાયરેક્ટર, મંડળના સભ્યો, સંચાલકો મળી કુલ 26 વ્યક્તિઓ સામે રૂપિયા 8 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ સરકાર દ્વારા કરાઈ હતી. ત્યારે આ કેસમાં પંદર વર્ષ બાદ છોટાઉદેપુરની નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના નામ.ચીફ જયુડીશીયલ મેજીસટ્રેટ અતુલ કુમાર સાહેબ દ્વારા સચોટ પુરાવાના અભાવે તમામે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આરોપી પક્ષના વકીલ મુજબ સમગ્ર કેસ રાજકીય વેરવૃત્તિથી પ્રેરાઇને થયો હતો કોર્ટે ન્યાય આપ્યો છે.