નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સી. આર. પાટીલે ભાજપના 10 વર્ષ કરેલા શાસનનો રિપોર્ટ કર્યો રજૂ
Live TV
-
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું ભાજપના કાર્યો કોંગ્રેસથી કેટલા જુદા છે
લોકસભાની ચૂંટણી 7 મે ના રોજ ગુજરાતમાં યોજશે. જેને લઈને ભાજપા દ્વારા ચૂંટણી પ્રચારના ગણેશ કર્યા છે. ત્યારે નવસારી શહેરમાં વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપા પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલ દ્વારા નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદી સરકારના 10 વર્ષના શાસનનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું.
નવસારી શહેરના લૂન્સીકુઇમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં નવસારી શહેર સહિત જિલ્લાના વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જિલ્લાના ડોકટર, વકીલ, વેપારી, ખેડૂત સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. નવસારી લોકસભા મત વિસ્તારમાં આવેલ વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 10 વર્ષના શાસનનું સરવૈયું નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલે રજૂ કર્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓ વિશે ચર્ચાઓ કરી હતી. આ સંમેલનમાં સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વે કોંગ્રેસના શાસનમાં દેશની શું સ્થિતિ હતી, તેની યાદ આપવી હતી. પીએમ મોદીના કાર્યો કોંગ્રેસના કાર્યોથી કેટલા જુદા પડે છે. જે અર્થે વિકાસના કામો સાથે સ્વદેશી ઉત્પાદન જેવા અનેક મુદ્દાઓ સાથે જનમેદનીને માહીતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારીના પ્રબુદ્ધ નાગરીકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો સાથે ભાજપા અગર્ણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.