Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ જિલ્લા પર 13 જેટલી ચેકપોસ્ટ શરૂ કરી કરવામાં આવી

Live TV

X
  • વાહન ચેંકિંગ દરમ્યાન સહયોગ આપવાની અપીલ કરવામાં આવી છે

    લોકસભા ચૂંટણી 2024 ને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લા પર 13 જેટલી ચેકપોસ્ટ શરૂ કરી કરવામાં આવી છે. 

    ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તથા પોલીસ અધિક્ષક એસ. જી. પાટીલ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી સરહદ પર 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તો બાકીની 3 જેટલી આંતર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. 

    ડાંગ જિલ્લો 3 તરફ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે જોડાયેલો છે. જેથી અહી મહારાષ્ટ્રના નવાપુરની સરહદે (1) જામાલા ચેકપોસ્ટ, સાકરીની સરહદે (2) ઝાંખરાઇબારી ચેકપોસ્ટ (3) નકટ્યાહનવંત ચેકપોસ્ટ (4) ચિંચલી ચેકપોસ્ટ (5) કાંચનઘાટ ચેકપોસ્ટ (6) સાપુતારા ચેકપોસ્ટ (7) માળુંગા ચેકપોસ્ટ (8) બરડા ચેકપોસ્ટ (9) દગુનિયા ચેકપોસ્ટ (10) બારખાંધ્યા  ચેકપોસ્ટ ઉપર વન વિભાગના જવાનોની સાથે, ડાંગ પોલીસના જવાનો ચૂંટણીલક્ષી ચેંકિંગની કામગીરીમાં જોડાયા છે. 

    આ ઉપરાંત ડાંગ જિલ્લાને અડીને તાપી જિલ્લાની સરહદે ભેંસકાતરી અને બરડીપાડા ચેકપોસ્ટ તથા નવસારી જિલ્લાની સરહદે વઘઇ ચેકપોસ્ટ પર પણ પોલીસ ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં વાહન ચેંકિંગ દરમ્યાન સહયોગ આપવાની અપીલ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply