છોટાઉદેપુર પોલિટેકનિક બોયઝ હોસ્ટેલની બિલ્ડીંગમાં કોવિડ કેર એન્ડ હેલ્થ સેન્ટર તૈયાર
Live TV
-
છોટાઉદેપુર જીલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તે જોતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર પોલિટેકનિક બોયઝ હોસ્ટેલની નવ નિર્મિત બિલ્ડીંગમાં સંપૂર્ણ સુવિધાસભર 100 બેડની ક્ષમતાવાળી કોવિડ કેર એન્ડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું
છોટાઉદેપુર જીલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તે જોતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર પોલિટેકનિક બોયઝ હોસ્ટેલની નવ નિર્મિત બિલ્ડીંગમાં સંપૂર્ણ સુવિધાસભર 100 બેડની ક્ષમતાવાળી કોવિડ કેર એન્ડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જે કેર સેન્ટરને સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે જીલા કલેક્ટર , જિલ્લા વિકાસ અધિકારી સહિત કોંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના સંક્રમિત દર્દી માટે અહી તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે. ગંભીર પ્રકાર ની સ્થિતિ ના હોય તેવા એટલેકે અસિમ્ટોમેટીક દર્દીઓને આ કેર સેન્ટર માં રાખવામા આવશે. હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે અહી પૂરતો સ્ટાફ પણ મૂકી દેવામાં આવ્યો છે.
