છોટાઉદેપુર: રજુવાંટ ગામે રૂરલ હાટનું નિર્માણ કરવામાં આવ્યું, 19 ગામના લોકોને મળ્યું એક બજાર
Live TV
-
રૂરલ હાટમાં 80 જેટલા સ્ટોલ અને દુકાનો બનાવવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા રજુવાંટ ગામે હાટ બજારની ભૌતિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે દૂર દૂર જવું ના પડે તે માટે શ્રોફ ફાઉન્ડેશન, નાબાર્ડ, ગ્રામ પંચાયત અને ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રૂરલ હાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજમાં ભરાતા હાટ બજારનું ખૂબ મહત્વ હોય છે. ગ્રામીણ આદિવાસીઓ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે હાટમાં જતાં હોય છે. આ હાટ બજાર મોટાભાગના અંતરિયાળ ગામોથી ખૂબ દૂરના મોટા ગામો કે શહેરોમાં ભરાય છે. આ કારણોસર સમય અને નાણાં નો વ્યય થાય છે. જેથી સરહદી અને અંતરિયાળ એવા રજુવાંટ ગામે ગ્રામ પંચાયત, નાબાર્ડ, ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને શ્રોફ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે 60 લાખના ખર્ચે નિર્માણ પામેલ રૂરલ હાટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂરલ હાટમાં 80 જેટલા સ્ટોલ અને દુકાનો બનાવવામાં આવી છે. અહી શૌચાલય સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરાઈ છે. આસપાસના 19 ગામોના લોકોને નજીકમાં જ એક બજાર મળી રહ્યું છે, તો બીજીતરફ અહીંના ખેડૂતો અને વેપારીઓને રોજગારીની તકો પણ ઉભી થઇ છે.
