Skip to main content
Settings Settings for Dark

છોટા ઉદેપુર,મહેસાણા,દાહોદમાં મતદાન જાગૃતિ કરવામાં આવી

Live TV

X
  • છોટા ઉદેપુર

    લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે છોટા ઉદેપુરના વેપારીએ અનોખી પહેલ કરી છે.તેજગઢના વેપારી મજીદભાઈ ખત્રીએ મતદાન કરનારા મતદાતાઓને વિવિધ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી છે. ગુજરાતમાં સાતમી મેના રોજ જે પણ મતદાર મતદાન કરીને આવશે તેણે મજીદભાઈની દુકાનમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

    મહેસાણા 

    મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વહેલી સવારે મતદાન જાગૃતિ સાયકલ રેલી યોજાઈ. જિલ્લા વહીવટી તંત્ર અને ઇન્ડિયન સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજીત સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ રેલી મારફતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એમ. નાગરાજન, લોકસભા ચૂંટણી નિરીક્ષક આદિત્ય નેગી, જિલ્લા પોલીસ વડા અને જિલ્લાના અનેક અધિકારીઓએ સાયકલ ચલાવી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો. 

    દાહોદ

    દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખીને સંગીતમય મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ મતદાન જાગૃતિ કાર્યક્રમ દાહોદના સિધ્ધરાજ જયસિંહ છાપ તળાવના ફરતે બનેલ વાટિકાના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો. આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંગીતની સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા અવનવા નાટકો મતદાન જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચનાઓ આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply