જગતમંદિરમાં ભક્તોએ ભગવાન સાથે કરી ફુલડોલ ઉત્સવની ઉજવણી
Live TV
-
દ્વારકામાં શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું ,દ્વારકા "જય રણછોડ"ના નાદથી ગુંજી ઉઠ્યું
ફાગણી પૂનમ અને રંગોના તહેવાર હોળી નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે.. મોટી સંખ્યામાં લોકોએ ભગવાન દ્વારકાધીશની મંગળા આરતીનો લાભ લીધો...આ સાથે પવિત્ર ગોમતી નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાડી હતી.. જગતમંદિરમાં ભક્તોએ ભગવાન સાથે રંગે રમી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી. દ્વારકા "જય રણછોડ"ના નાદથી ગુંજી ઉઠ્યું..