જગન્નાથ રથયાત્રા પૂર્વે ગૃહરાજ્યમંત્રીએ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી
Live TV
-
રથયાત્રાના તમામ રૂટ પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
અમદાવાદમાં 4 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે અમદાવાદના વિવિધ રૂટ પરથી આ રથયાત્રા પસાર થશે.આજે આ રથયાત્રા પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી ખાતે રથયાત્રા તૈયારીઓ અંગે સંપૂર્ણ સમીક્ષા કરી હતી આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક , શહેર પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ...સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા..દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સોમનાથ ભૂદરના કિનારે ગંગાપૂજન આયોજિત કરવામાં આવ્યું છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધ અને કેસર સ્નાન કરાવાય છે.
