Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે કર્યા ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષકોને ખુશ

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે , ફીક્સ પગાર ધરાવતાં શિક્ષકોના પગારમાં રાજ્ય સરકારે નોંધપાત્ર વધારો કર્યો છે. ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકોને માસિક રૂ.૩૧,૩૪૦ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂ.૩૮,૦૯૦ પગાર ચુકવાશે

    રાજય સરકારે રાજયના ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષકોને ખુશ કરી દીધા છે. આજે નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફીક્સ વેતનથી ફરજ બજાવતાં કર્મચારીઓના ઉચ્ચક વેતનમાં વખતોવખત વધારો કરે છે. છેલ્લે સાતમાં પગારપંચમાં સ્કેલ ટુ સ્કેલના ધોરણે મંજૂર થયેલ પગાર ધોરણના ન્યુનતમ પગાર સમકક્ષ મુજબ ફીક્સ પગારના કર્મચારીઓને પગારનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો તેને કર્મચારીઓ દ્વારા બહોળો આવકાર મળ્યો છે, ત્યારે ફીક્સ પગાર ધરાવતાં ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પગારમાં રાજ્ય સરકારે નોંધપાત્ર વધારો કર્યો છે. જેમાં ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકોને માસિક રૂ.૩૧,૩૪૦ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂ.૩૮,૦૯૦ પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્ય સરકારને વધારાનું રૂ.૭૮.૭૦ કરોડનું ભારણ થશે. આ લાભથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકના ૪૮૩૫ શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ સહાયકના ૧૭૭૪ શિક્ષકો મળી કુલ-૬૬૦૯ શિક્ષકોને લાભ થશે.  

    નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું  કે, રાજય સરકાર દ્વારા ૭ મા પગાર પંચનો અમલ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી ગ્રાન્ટેબલ સંસ્થાઓના વહીવટી કર્મચારીઓને તેનો લાભ પણ પુરો પડાયો છે. તે પૈકી ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક  શાળાના શિક્ષણ સહાયકો અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોને તેમને જે ફીકસ પગાર મળતો હતો, તેમાં એક સાથે ખૂબ મોટી રકમનો વધારો થતો હોવાથી તા. ૧૭.૧૦.૨૦૧૭થી ફિકસ પગારમાં વધારો કરતો નિર્ણય કરવામાં આવેલ હતો. 

    તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ દ્વારા સરકારી શાળાના શિક્ષકોના ધોરણે સમકક્ષ પગાર વધારો આપવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરાયેલ રજુઆતને ધ્યાને લઇને, રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી શાળાના શિક્ષણ સહાયકને આપેલ પગાર મુજબ તા.૦૧.૦૪.૧૯ થી ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકને રૂા. ૩૧૩૪૦/- અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂા. ૩૮૦૯૦/- મુજબ ફિકસ પગાર આપવામાં આવશે. આ પગાર વધારાને અન્ય કોઇ હકક દાવા સાથે જોડવાનો રહેશે નહી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply