Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિતીન પટેલની એક લાખથી વધુ કર્મચારીઓને પ્રી બજેટ ભેટ

Live TV

X
  • નાણાંમંત્રી નીતિન પટેલે 9 લાખથી વધુ કર્મચારીઓને પ્રિ બજેટ ભેટ જાહેર કરી છે. નાણાંમંત્રી નીતિન પટેલે 9 લાખથી વધુ કર્મચારીઓને પ્રિ બજેટ ભેટ જાહેર કરી છે. ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આજે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હાલ કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, મોંઘવારી ભથ્થાના વધારાને કારણે રાજ્યની તિજોરી પર 1071 કરોડનો બોજો પડશે. મોંઘવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે ચૂકવાશે.

    રાજ્ય સરકારે વધુ એક કર્મચારીહિત લક્ષી નિર્ણય આજે જાહેર કર્યો છે.  રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને ૩ % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે  રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૧૦૭૧ કરોડનો વધારાનો ખર્ચ થશે . 

    નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૯ થી ૩% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થું જુલાઇ-૨૦૧૯ ના પગાર સાથે ચુકવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૦૭૧ કરોડનું વધારાનું ભારણ પડશે. શ્રી પટેલે ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આજે ચર્ચા-વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. 
     
     નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે,  રાજ્ય સરકારના, પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા તા.૦૧.૦૭.૨૦૧૮ થી ૨ % મોંઘવારી ભથ્થુ મંજૂર કર્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે ૯ % મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ તા.૦૧.૦૧.૨૦૧૯ થી વધુ ૩ % મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે વધુ ૩ % મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે અને જુલાઇ-૨૦૧૯ ના પગારની ચુકવણી સાથે આ ૩ % મોંઘવારી ભથ્થાનો વધારો તા.૦૧.૦૧.૨૦૧૯ થી ગણીને, જુલાઇ-૨૦૧૯ ના પગાર સાથે તેનું રોકડમાં ચુકવણું કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૦૭૧ કરોડ જેટલુ ભારણ વધશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply