Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં

Live TV

X
  • આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી. 22 કિલોમીટર લાંબી રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મી તૈનાત રહેશે. 45 સ્થળો પર 94 કેમેરા અને 7 વ્હીકલ કેમેરાથી નજર રખાશે.

    અમદાવાદમાં 4 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે અમદાવાદના વિવિધ રૂટ પરથી આ રથયાત્રા પસાર થશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ૧૪૨મી રથયાત્રા અંતર્ગત આજે ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી ખાતે રથયાત્રાની તૈયારીઓ અંગે સંપૂર્ણ સમીક્ષા કરી હતી આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક, શહેર પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, 22 કિમી લાંબી રથયાત્રામાં 25, 000 જેટલા પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે. જેમાં પોલીસકર્મીથી લઈને ડીજીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. બંદોબસ્તમાં NSG કમાન્ડો, પેરા-મીલીટરી ફોર્સ, ક્વિક એક્શન ફ્રોસ, એસ.આર.પી. સહિતની અન્ય એજન્સીઓ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત BDDS સ્ટાફ પણ બંદોબસ્તમાં રહેશે. રથયાત્રાને લઈને ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ.રથયાત્રાના સમગ્ર રૂટમાં 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય છે. જેમાં 45 સ્થળો પર 94 કેમેરા અને 7 વ્હીકલ કેમેરા પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેકનોલોજીની મદદથી પણ રથયાત્રા પર નજર રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply