જામનગરના ગામડાના યુવકે LEEPZO એપ કરી લોન્ચ
Live TV
-
નિકુંજ વસોયાએ યૂટ્યુબ પર 35 કરોડ વ્યુવર્સ મેળવી એપ લોન્ચ કરી છે. યૂટ્યુબે સિલ્વર મેડલથી યુવકને નવાજી રાજ્યનું નામ રોશન કર્યું છે.
જામનગરના ખીજડિયા ગામના નિકુંજ વસોયા નામના યુવકે વાનગીઓના વીડિયો બનાવીને યૂટયૂબ પર ધૂમ મચાવી હતી. હવે નિકુંજ વસાયાએ LEEPZO એપ લોન્ચ કરી છે. જેથી તેમના વીડિયો સરળતાથી લોકો સુધી પહોંચી શકે. ઉલ્લેખનીય છે કે ગ્રામિણ ક્ષેત્રે જ અભ્યાસ પૂર્ણ કરીને નિકુંજ વસોયા પોતાની વાડીમાં વિવિધ વાનગીઓ બનાવી વીડિયો અપલોડ કરતા હતા. અને 50 લાખ જેટલા વ્યૂઅર્સ પણ મેળવ્યા છે. નિકુંજ વસોયા ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ છે જેમને યૂટ્યૂબે સિલ્વર મેડલથી નવાજ્યા છે. અત્યાર સુધી યૂટ્યૂબથી વીડિયો અપલોડ કરતા નિકુંજ હવે પોતાની એપથી લોકો સુધી પહોંચશે.
