સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ
Live TV
-
દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. ડેમો અને નદીઓમાં નવા પાણીની આવક થતા લોકોને રાહત મળી છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજ્યમાં વરસતા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર ચાલુ રાખી છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરાયા છે. જો કે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થતાં ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે.
