અમદાવાદમાં આવેલી વસંત નેચર ક્યોર હોસ્પીટલ ખાતે એક દિવસીય યોગ શિબિરનું આયોજન
Live TV
-
યોગ અને સૂર્યનમસ્કારનું મહત્વ માનસિકની સાથે શારિરીક રીતે પણ ખૂબજ મહત્વનું છે. યોગની સાથે મુદ્રાઓ પણ મનુષ્ય શરીરના વિવિધ રોગોને દૂર કરે છે. અમદાવાદમાં આવેલી વસંત નેચર ક્યોર હોસ્પીટલ ખાતે યોગ શિક્ષક શ્રી હરિશ શુક્લના માર્ગદર્શન હેઠળ એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 108 સૂર્યનમસ્કાર 3 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યા હતા તથા સાથે યોગ મુદ્રાઓનું પણ શિક્ષણ શિબિરાર્થી લોકોને આપવામં આવ્યું હતું. ધ્યાનથી થતા માનસિક ફાયદાના માર્ગદર્શન સાથે પ્રેજ્ઞા ધ્યાનનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. દૂરદર્શન સાથેની વાતચિતમાં શ્રી હરિષ શુક્લએ સૂર્યનમસ્કારનો મહિમા સમજાવ્યો હતો તથા શિબિરાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
