Skip to main content
Settings Settings for Dark

જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે,જન્મોત્સવ સમયે અને આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં

Live TV

X
  • જન્માષ્ટમીના દિવસે અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જન્મોત્સવ સમયે અને આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. આ વર્ષે કૉરોનાની મહામારીને કારણે ભગવાનના જન્મોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે. ભગવાનના જન્મ સમયે ફક્ત સેવકગણ અને મંદિર ના પૂજારી સિવાય કોઈને પણ પ્રવેશ નહીં અપાય.આ સાથે જ જન્માષ્ટમીના દિવસે દર્શન માટે આવતા દર્શનાર્થીઓએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. તમામ દર્શનાર્થીઓનું સ્ક્રીનીંગ અને સેનેટાઇઝેશન કરવામાં આવશે. આ સાથે માસ્ક પહેરેલ ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપાશે. દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે યોજાતી શોભાયાત્રા, મટકીફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply