Skip to main content
Settings Settings for Dark

જમીન વહીવટમાં પારદર્શિતાનો નવો યુગ: ચિંતન શિબિરમાં AI અને બ્લોકચેન ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ સત્ર

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં જમીન વહીવટમાં AI અને બ્લોકચેનનો ઉપયોગ વિષય પર અત્યંત મહત્ત્વપૂર્ણ સત્ર યોજાયું હતું.

    આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત IIT ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. પ્રોફેસર સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, બ્લોકચેન ટેકનોલોજી જમીનના રેકોર્ડ્સને 'ટેમ્પર-પ્રૂફ' (છેડછાડ અશક્ય) બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. બ્લોકચેન આધારિત સિસ્ટમમાં એકવાર ડેટા એન્ટર થયા બાદ તેમાં અનધિકૃત ફેરફાર કરવો અશક્ય છે, જેનાથી જમીનના રેકોર્ડમાં થતી છેતરપિંડી અટકશે. માલિકી હક્કની વિગતો વધુ સ્પષ્ટ અને સુરક્ષિત બનશે. મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટશે અને ડેટાની વિશ્વસનીયતા વધશે.

    આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે બ્લોકચેઈન ટેક્નોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને સરળ અને વ્યવહારુ ભાષામાં સમજાવ્યા. તેમણે ભૂમિ રેકોર્ડ, વારસાઈ, મ્યુટેશન, જમીનના ટાઇટલ અને વેચાણ-ખરીદી જેવા મહેસૂલ વહીવટના મુખ્ય ક્ષેત્રોમાં આ ટેક્નોલોજી કેવી રીતે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેની વિગતવાર સમજ આપી.

    આ સત્રમાં ભૂમિ રેકોર્ડ્સને સંપૂર્ણપણે અનબદલ (tamper-proof) બનાવવા, વેચાણ-ખરીદી અને મ્યુટેશન પ્રક્રિયાને ઝડપી તેમજ પારદર્શક બનાવવા, જમીની છેતરપિંડીને નાબૂદ કરવા, વારસાઈ કેસોના નિકાલને સરળ બનાવવા અને લોકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે AI અને બ્લોકચેઈનના સંયુક્ત ઉપયોગની વ્યવહારિક શક્યતાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
    મહેસૂલ વિભાગમાં AIની જરૂરિયાત આજે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિશાળ જમીન રેકોર્ડ્સ, વારસાઈ કેસો, મ્યુટેશન અરજીઓ અને વિવિધ પોર્ટલ પરના કરોડો ડેટાને મેન્યુઅલી હેન્ડલ કરવામાં વિલંબ, માનવીય ભૂલ અને અપારદર્શિતાની સમસ્યા વારંવાર જોવા મળે છે. AI દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઓટોમેટિક સર્વે નંબર મેચિંગ, વિવાદિત કેસોમાં પેટર્ન ઓળખ, જમીન છેતરપિંડીની આગાહી અને લાભાર્થીઓને ઝડપી સેવા આપવી શક્ય બને છે. તેમજ રેવેન્યુ વસૂલાત, ગૌચર જમીન વ્યવસ્થાપન અને અન્ય સમસ્યાઓના ઝડપી નિરાકરણમાં પણ AI મદદરૂપ થઈ શકે છે.પરંતુ AI અમલમાં લાવતી વખતે ડેટા સુરક્ષા, પ્રાઈવસી, પક્ષપાત વિનાનું મોડલ, માનવ અધિકારીનું અંતિમ વિવેકાધીન અધિકાર, સિસ્ટમની ઓડિટેબિલિટી, કાનૂની અને નૈતિક માપદંડોનું પાલન તેમજ સ્ટાફને તાલીમ આપવા જેવી અનેક કાળજી રાખવી જરૂરી છે. આ ચિંતન શિબિર ગુજરાતના ભૂમિ વહીવટને ડિજિટલ યુગની આધુનિક અને સુરક્ષિત વ્યવસ્થા તરફ લઈ જવામાં મહત્ત્વનું પગથિયું સાબિત થશે.

    AI ના ફાયદાઓ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હજારો વર્ષ જૂના અને જટિલ લેન્ડ રેકોર્ડ્સનું ઝડપી વિશ્લેષણ શક્ય છે. AI ના ઉપયોગથી સેટેલાઇટ ઇમેજરી દ્વારા જમીન સંપાદન અને દબાણોની ત્વરિત ઓળખ થઈ શકશે. મહેસૂલી કેસોના નિકાલમાં પેટર્ન ઓળખીને ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ મળશે.

    સત્રમાં પ્રોફેસર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, એ.આઇ. હવે કાનૂની દસ્તાવેજોને માત્ર વાંચશે જ નહીં, પરંતુ તેના ગૂઢ કાનૂની સંદર્ભોને સમજીને છેતરપિંડી (Fraud) સામે લાલબત્તી પણ ધરશે. ખાસ કરીને OCR (Optical Character Recognition) ટેકનોલોજી દ્વારા હસ્તલિખિત કે જૂના જમીનના દસ્તાવેજોને ડિજિટલ ડેટામાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે NLP (Natural Language Processing) દ્વારા સિસ્ટમ દસ્તાવેજમાં લખાયેલી કાનૂની ભાષાનું વિશ્લેષણ કરશે. AI સિસ્ટમ શંકાસ્પદ વિગતોને ત્વરિત પકડી પાડી વહીવટી અધિકારીઓને સાવધ કરશે. ટેકનોલોજીના આ પ્રભાવશાળી ઉપયોગથી જમીન સંબંધિત દસ્તાવેજોમાં થતી છેડછાડ અટકશે અને સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ થવાની સાથે મહેસૂલી પ્રક્રિયામાં અભૂતપૂર્વ પારદર્શિતા આવશે. આ પ્રેઝન્ટેશન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરો અને વહીવટી અધિકારીઓએ ટેકનોલોજીના અમલીકરણના પડકારો અને તેના ઉકેલો અંગે પ્રોફેસર કુલકર્ણી સાથે પ્રશ્નોત્તરી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply