ગુજરાતની શ્રેષ્ઠ 12 ITI સંસ્થાઓનું ગાંધીનગર ખાતે બહુમાન
Live TV
-
ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં વર્ષ 2022-23 થી 2025-26 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારી 12 ITI સંસ્થાઓનો સન્માન સમારોહ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ વિજેતા સંસ્થાઓને એવોર્ડ અને પ્રોત્સાહક રકમના ચેક એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા.
વર્ષ 2025-26 ના વિજેતાઓ:
પ્રથમ ક્રમ: બીલીમોરા ITI (રૂ. 11 લાખનું ઇનામ)
દ્વિતીય ક્રમ: પાલનપુર ITI (રૂ. 9 લાખનું ઇનામ)
તૃતીય ક્રમ: જામનગર ITI (રૂ. 5 લાખનું ઇનામ)
અન્ય વર્ષોના પ્રથમ ક્રમના વિજેતાઓ: 2022 -23: મણીનગર ITI,2023-24: તળાજા ITI,2024-25: સરસપુર ITI
મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ITI માત્ર ઈમારતો નથી પરંતુ કૌશલ્યના મંદિરો છે. ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ સક્ષમ મેનપાવર તૈયાર કરવો એ આપણી નૈતિક ફરજ છે. રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, ITI ના આધુનિકીકરણ માટે રૂ. 2,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમણે યુવાનોને માસિક ૩૦ થી ૫૦ હજાર સુધીનો પગાર મળે તેવા રોજગારલક્ષી કોર્સ પર ભાર મૂક્યો હતો.વિભાગના સચિવ લોચન સહેરાએ જાહેરાત કરી હતી કે, ‘PM સેતુ’ યોજના હેઠળ રાજ્યની 60 ITI ને રૂ. 2,800 કરોડના ખર્ચે ‘આર્ટ ઓફ સ્કિલિંગ સેન્ટર’ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદની આસપાસની ITIમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રના ખાસ કોર્સ શરૂ કરવામાં આવશે જેથી યુવાનોને 100 ટકા પ્લેસમેન્ટ મળી રહે. ડ્રોપ-આઉટ વિદ્યાર્થીઓને પણ સ્કીલ ટ્રેનિંગ સાથે જોડી રોજગારી પૂરી પાડવા માટે વિશેષ આયોજન હાથ ધરાશે.
