સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ ભારતને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવશે: અશોક મહેતા
Live TV
-
સુરત:સુચિ સેમીકોનના સ્થાપક અને ચેરમેન અશોક મહેતાએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને મળેલી મંજૂરીને ગૌરવ સમાન ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ભારતને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કાર, ફોન, ફેક્ટરી મશીનો અને સંરક્ષણ ઉપકરણો - દરેક ક્ષેત્રમાં સેમીકન્ડક્ટર અત્યંત અનિવાર્ય છે.સુચિ સેમીકોન (સુરત): સુરતમાં 868 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઓએસએટી (OSAT) પ્લાન્ટ સ્થપાશે. આ પ્લાન્ટ પાવર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ડસ્ટ્રીયલ સિસ્ટમની વૈશ્વિક માંગને પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા1,033 મિલિયનથી વધુ ચિપ્સ બનાવવાની રહેશે.ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ (ધોલેરા): કેબિનેટે ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સના સેમીકન્ડક્ટર પ્લાન્ટને પણ મંજૂરી આપી છે, જે મુખ્યત્વે મીની/માઈક્રો-LED ડિસ્પ્લે મોડ્યુલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.આ બંને પ્લાન્ટ્સમાં મળીને અંદાજે 3,936 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે 2,230 કુશળ વ્યાવસાયિકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. અશોક મહેતાએ ઉમેર્યું કે, ભારત હવે સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, જેનાથી વિદેશી નિર્ભરતામાં ઘટાડો થશે.
