Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
જરૂરિયાતમંદ બાળકો માટે સરકારી યોજનાઓ બની મજબૂત સહારો | DD News Skip to main content
Settings Settings for Dark

જરૂરિયાતમંદ બાળકો માટે સરકારી યોજનાઓ બની મજબૂત સહારો

Live TV

X
  •  મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના કલ્યાણ અને સુરક્ષા માટે વિવિધ સરકારી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.

    નિરાધાર, અનાથ અને મુશ્કેલ પરિસ્થિતિમાં રહેલા બાળકોને શિક્ષણ, આરોગ્ય, પોષણ, આશ્રય તથા આર્થિક સહાય પૂરી પાડી તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પાલક માતા-પિતા યોજના હેઠળ જિલ્લામાં 437 અનાથ બાળકોને માસિક રૂ. 3,000ની સહાય આપવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન માતા કે પિતા પૈકી કોઈ એકને ગુમાવનાર 433 બાળકોને માસિક રૂ. 2,000ની સહાય અભ્યાસ માટે 18 વર્ષની ઉંમર સુધી આપવામાં આવી રહી છે.

    સંસ્થાકીય સંભાળમાંથી પરિવાર સાથે પુનઃસ્થાપિત કરાયેલા સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા 46બાળકોને માસિક રૂ. 3,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે એચ.આઈ.વી.થી અસરગ્રસ્ત બાળકો અથવા તેમના માતા-પિતા પૈકી કોઈ એક અસરગ્રસ્ત હોય તેવા 64 બાળકોને ધોરણ મુજબ શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.આ ઉપરાંત સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા 133 બાળકોને સંસ્થાકીય આશ્રય આપી શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.પાલક માતા-પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે ત્યારે તેમને ગૃહસ્થ જીવનની શરૂઆત માટે રૂ. 2 લાખની લગ્ન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 12 દીકરીઓને કુલ રૂ. 24 લાખની સહાય આપવામાં આવી છે.આમ, મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડી તેમના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
apply