જસ્ટિસ માનસ રંજન પાઠકે લીધા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ
Live TV
-
ગુજરાત હાઇકોર્ટ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં જસ્ટિસ માનસ રંજન પાઠકે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે તેમને આ પદના શપથ લેવડાવ્યા હતા.
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ એવા જસ્ટિસ માનસ રંજન પાઠકની બદલી ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કરવામાં આવી છે, જેના અનુસંધાનમાં આ શપથવિધિ યોજાઈ હતી.
આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ, ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, મોટી સંખ્યામાં વરિષ્ઠ વકીલો તેમજ હાઇકોર્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
