જાણીતા કથક નૃત્યાંગના અને ગુરુ કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન
Live TV
-
પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું આજે 95 વર્ષની વયે નિધન થયું
ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું આજે 95 વર્ષની વયે નિધન થયું. તેઓ એક સફળ કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા.
તેઓને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. 17 મે, 1930ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય અચૂક તેમના ફાળે જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુમુદિની લાખિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.