Skip to main content
Settings Settings for Dark

જાણો, ક્યાં સ્થળોએ પહોંચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા

Live TV

X
  • સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-ખાંભડા
    સરકારની વિવિધ યોજનાઓને ગ્રામિણ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે  નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય, તેમજ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી,તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં

    નર્મદા-તિલકવાડા-વંઢ 
    નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામે પહોંચેલી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય મમતાબેન તડવીએ આયુષ્માન ભારત યોજનાને ગરીબ પરિવારનું સુરક્ષા કવચ ગણાવી આયુષ્માન કાર્ડનો લાભ લેવા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં 'મેરી કહાની, મેરી જુબાની' અંતર્ગત લાભાર્થીઓએ યોજનાકીય લાભથી જીવનમાં આવેલ આમૂલ પરિવર્તનના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજુ કર્યા હતા.

    પાટણ-માનપુર 
    વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પાટણ તાલુકાના માનપુર ગામે આવી પહોંચતા મહાનુભાવો તેમજ ગ્રામજનોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ રથ મારફતે ગ્રામજનોએ સરકાર દ્વારા કરાયેલ વિકાસની ઝાંખી નિહાળી હતી. કાર્યક્રમમાં સ્થળ પર જ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત અનેક લાભાર્થીઓએ પોતે મેળવેલ લાભની વાત કરી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો સહિત ગ્રામજનો, શિક્ષકો, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    સા.કાં.-ખેડબ્રહ્મા-મટોડા 
    સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ વિવિઝ યોજનાઓના સ્ટોલ્સ ઉભા કરી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને સહાય કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના શપથ લીધા હતા.

    છોટાઉદેપુર-એસ એફ હાઈસ્કૂલ
    વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે છોટાઉદેપુર નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલ એસ એફ હાઈસ્કૂલના સંકુલ ખાતે પહોંચી હતી. કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિતના મહાનુભાવોએ રથની પૂજા કરી સ્વાગત કર્યું હતું. શહેરીજનોએ રથમાં લગાવેલ LEDમાં દ્રશ્ય-શ્રાવ્યના માધ્યમથી મોદી સરકારની ગેરંટીવાળી ફિલ્મ નિહાળી હતી. તો વિવિધ યોજનના લાભાર્થીઓને લાભાન્વિક કરવા સાથે શાળકીય વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અંતે સૌ કોઈએ વિકસિત ભારત માટે પોતાની નૈતિક જવાબદારી સુનિશ્ચિત કરતા સંકલ્પ લીધા હતા.

    "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" છોટાઉદેપુર જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડી રહી છે. ત્યારે આ સંકલ્પ યાત્રાનું છોટાઉદેપુર નગરમાં આગમન થતાં નગરની દિકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવાની સાથે લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરવામાં આવ્યા હતા. નગરના ઝંડા ચોક વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ, નગરજનો હાજર રહ્યા હતા.

    અમદાવાદ
    વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિર પાસે પહોંચી હતી. ત્યારે શાળાના બાળકોએ સ્વચ્છતા ગીત, સ્વાગત ગીત રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ પર જ સરકારની જુદી જુદી યોજનાઓના લાભ તેમજ કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, ધારાસભ્ય કૌશિક જૈન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
apply